મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અંકલેશ્વર પાલિકાની ચૂંટણીને લઈને વહીવટી તંત્રની તૈયારીઓ પૂર્ણ, 12 મતદાન મથકો અતિસંવેદનશીલ

ભરૂચના અંકલેશ્વર નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠકો માટે યોજાનારી ચૂંટણીને

ભરૂચના અંકલેશ્વર નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠકો માટે યોજાનારી ચૂંટણીને લઈને વહીવટી તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી છે. આ ચૂંટણીમાં અંદાજે 100 જેટલા ઉમેદવારો મેદાનમાં હોવાથી રસાકસીભર્યો જંગ જોવા મળશે, જેમાં કુલ 47,624 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. કુલ 48 મતદાન મથકો છે. જેમાં 12 મથકોને અતિસંવેદનશીલ અને 16 મથકોને સંવેદનશીલ જાહેર કરી ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે. ચૂંટણી પ્રક્રિયાને સુચારૂ રીતે પાર પાડવા માટે 265 કર્મચારીઓ અને કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે 94 પોલીસકર્મીઓનો કાફલો તૈનાત કરાશે.

આ સમાચાર શેર કરો