VIDEO : પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાની ચૂંટણી પૂર્વે જોરશોરથી તૈયારીઓ
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પૂર્વે બરહામપુરના વાય.એમ.એ.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પૂર્વે બરહામપુરના વાય.એમ.એ. ગ્રાઉન્ડ ખાતે ઊભા કરવામાં આવેલા વિતરણ કેન્દ્ર પર અંતિમ તબક્કાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આવતીકાલે યોજાનારા મતદાનને ધ્યાનમાં રાખીને ચૂંટણી અધિકારીઓ દ્વારા ઈવીએમ મશીનોની રવાનગી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. મતદાન મથકો પર સુરક્ષિત રીતે ચૂંટણી સામગ્રી પહોંચાડવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અધિકારીઓ અને કર્મચારીઓ કાર્યરત છે. વિતરણ કેન્દ્ર પરથી ઈવીએમ અને અન્ય આવશ્યક સાધનો લઈને પોલિંગ પાર્ટીઓ પોતપોતાના નિર્ધારિત મતદાન મથકો તરફ રવાના થઈ રહી છે. શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન સુનિશ્ચિત કરવા માટે વહીવટી તંત્ર સજ્જ છે અને પ્રથમ તબક્કાના આ લોકશાહીના પર્વને સફળ બનાવવા માટે તમામ લોજિસ્ટિક્સ વ્યવસ્થાઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.




