મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendranagar: લોકમેળાની તૈયારીઓ આજથી શરૂ, ઉત્તર પ્રદેશ, મુંબઈ, રાજસ્થાનથી પહોંચ્યા રાઈડ ધારકો

સુરેન્દ્રનગરમાં લોક મેળાની તડામાર તૈયારીઓ શરુ કરી દીધી છે. વઢવાણ અને ધાંગધ્રામાં આ લોકમેળો યોજાવાનો છે. ત્યારે આ લોકમે

સુરેન્દ્રનગરમાં લોક મેળાની તડામાર તૈયારીઓ શરુ કરી દીધી છે. વઢવાણ અને ધાંગધ્રામાં આ લોકમેળો યોજાવાનો છે. ત્યારે આ લોકમેળામાં અલગ અલગ પ્રકારની રાઈડોની મજા માણી શકે તે માટે ઉત્તર પ્રદેશ, મુંબઈ, રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી રાઇડ ધારકો સુરેન્દ્રનગર પહોંચ્યા છે. આજથી મેળો ઉભો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સાથે જ તમામ SOPનું પાલન કરવાની સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે.  નોંધનીય છે કે અહીં ત્રણ મેળા યોજાવાના છે. ત્યારે મેળામાં આવતા લોકોની સુરક્ષાને વધુ પ્રધાન્યતા આપવા પણ સૂચના આપવામાં આવી છે. રાઈડ અને ગેમિંગઝોનના નિયનોનું પાલન મેળામાં ફરજીયાત કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે, સાથે જ તમામ રાઈડનો વીમો ઉતારવા સૂચના આપવામાં આવી છે. 

તો સુરેન્દ્રનગરમાં વિશ્વ વિખ્યાત ભાતીગળ તરણેતરનો મેળો  26થી 29 ઓગસ્ટ દરમિયાન યોજાશે. જેમાં લોકોની સુરક્ષા અને સંસ્કૃતિ જળવાઈ તેવા પ્રયાસો સાથે મેળાનું આયોજન કરવા વહીવટી તંત્રએ તૈયારી શરુ કરી છે. ત્યારે પહેલીવાર મેળામાં NDRFની ટીમો પણ તૈનાત કરવામાં આવશે. કુંડમાં સ્નાન કરતા સમયે દુર્ઘટના ન બને તે માટે તકેદારી રાખવા તરવૈયાની ટુકડી સ્ટેન્ડબાય રાખવામાં આવશે. મેળામાં જવા માટે સ્પેશિયલ બસોનું સંચાલન કરાશે. આરોગ્યની ટીમ, સ્પેશિયલ ડૉક્ટરોને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.કાયદો અને વ્યવસ્થા જળવાઈ તે માટે 1 હજારથી વધુ સ્પેશિયલ પોલીસ ખડેપગે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો