Rajkot/ પાક નુકસાનની સહાય માટે સરકારે જે પોર્ટલમાં અરજી કરવાનું કહ્યું તે ખુલતું જ નથી: પાલભાઈ આંબલીયા

કમોસમી વરસાદને કારણે રાજકોટ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં ખેડૂતોના પાક

કમોસમી વરસાદને કારણે રાજકોટ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. તેની ભરપાઈ માટે રાજ્ય સરકારે સહાય પેકેજ જાહેર કર્યું હતું. આ સહાય પેકેજની અરજી પ્રક્રિયા વિવાદમાં આવી છે. સરકારે આ સહાય મેળવવા માટે ઓનલાઇન પોર્ટલ દ્વારા અરજી કરવાની જાહેરાત કરી હતી, પરંતુ આ પોર્ટલ 14 જુલાઈથી 28 જુલાઈ, 2025 સુધી પોર્ટલ પર અરજી કરવાની હતી. જો કે 24 જુલાઈ સુધી પોર્ટલ ખૂલ્યું નથી.

ખાસ કરીને મગફળી અને કપાસ જેવા પાકને વ્યાપક અસર થઈ હતી. જે આ પ્રદેશની મુખ્ય ખેતી છે. સરકારે આ નુકસાનની ભરપાઈ માટે સહાય પેકેજની જાહેરાત કરી હતી આ પોર્ટલ દ્વારા 14 જુલાઈથી 28 જુલાઈ, 2025 સુધી અરજીઓ સ્વીકારવાની હતી. જોકે, પાલભાઈ આંબલીયાએ આક્ષેપ કર્યો છે કે આ પોર્ટલ  24 જુલાઈ સુધી રાજકોટ સહિત છ જિલ્લામાં એક પણ જગ્યાએ ખૂલતું નથી. આના કારણે ખેડૂતો સહાય મેળવવા માટે અરજી કરી શકતા નથી. પોર્ટલ ન ખૂલવાને કારણે ખેડૂતો આ સહાય મેળવવામાં અસમર્થ રહ્યા છે.

જાહેરાત

વિવાદાસ્પદ નિયમ

આ મુદ્દે કોંગ્રેસના કિસાન નેતા પાલભાઈ આંબલીયાએ રાજ્ય સરકાર અને ખેતી નિયામક તેમજ કૃષિ મંત્રી પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે, અને ખેડૂતોમાં રોષ ફેલાયો છે. તેમણે ખાસ કરીને એક વિવાદાસ્પદ નિયમનો ઉલ્લેખ કર્યો, જેમાં જણાવવામાં આવ્યું છે કે જે ખેડૂતોએ મગફળીનું રજીસ્ટ્રેશન કરાવ્યું હોય, તેઓને કપાસના પાકના નુકસાન માટે સહાય મળશે નહીં. આ નિયમને તેમણે ખેડૂતોના હિતોની વિરુદ્ધ ગણાવ્યો અને કહ્યું, "આવી નીતિઓ ખેડૂતોને મૂંઝવણમાં મૂકે છે અને તેમને સહાયથી વંચિત રાખે છે."

આ સમાચાર શેર કરો

જાહેરાત