મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: કોસ્ટલ રોડ પર પોર્શે કારનો અકસ્માત

મુંબઈના નવનિર્મિત કોસ્ટલ રોડ પર એક હૃદયકંપાવનારો અકસ્માત સર્જાયો છે, જેમાં એક બેકાબૂ સ્પીડિંગ લક્ઝરી પોર્શે કારે બીજી ક

તસવીર: gstv

મુંબઈના નવનિર્મિત કોસ્ટલ રોડ પર એક હૃદયકંપાવનારો અકસ્માત સર્જાયો છે, જેમાં એક બેકાબૂ સ્પીડિંગ લક્ઝરી પોર્શે કારે બીજી કારને જોરદાર ટક્કર મારી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, લક્ઝરી કારની ઝડપ એટલી વધારે હતી કે ટક્કર બાદ બંને વાહનોના કુરચેકુરચા ઊડી ગયા હતા. ઘટનાસ્થળેથી સામે આવેલા વિઝ્યુઅલ્સમાં અકસ્માતની ભયાનકતા સ્પષ્ટ જોઈ શકાય છે. રસ્તા પર કારના પાર્ટ્સ વિખરાયેલા પડ્યા છે અને લક્ઝરી કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો છે. અકસ્માતને પગલે કોસ્ટલ રોડ પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. મુંબઈ પોલીસ અને ટ્રાફિક વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. પોલીસ હાલમાં સીસીટીવી ફૂટેજના આધારે સ્પીડ લિમિટના ઉલ્લંઘન અને ઓવરસ્પીડિંગનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે.

આ સમાચાર શેર કરો