મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ બહાર વિરોધ પ્રદર્શન કરતા NSUIના કાર્યકર્તાઓની પોલીસે કરી ટીંગાટોળી

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીઓ NSUIના કાર્યકર્તાઓ સાથે વિરોધમાં

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીઓ  NSUIના કાર્યકર્તાઓ સાથે વિરોધમાં જોડાયા હતા. તો બીજી તરફ  300થી વધુ કાર્યકરો દોડતા સ્કૂલે પહોંચ્યા હતા અને વિરોધ કર્યો હતો. પોલીસે દંડાથી બળપ્રયોગ કરી તમામને અટકાવ્યા હતા. પોલીસની 3 બસમાં કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી છે. વિરોધ કરનારાઓએ પોલીસ અને ભાજપ વિરુદ્ધ નારા લગાવ્યા હતા.  

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના મામલે (21 ઓગસ્ટ) મણિનગર, ખોખરા અને ઇસનપુર વિસ્તારમાં શાળા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ બંધમાં આ ત્રણેય વિસ્તારોની 200થી વધુ શાળાઓ જોડાઈ હતી. બંધના એલાનને સવારથી જ સારો પ્રતિસાદ મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્કૂલથી 500 મીટરના અંતર સુધી પોલીસનો બંદોબસ્ત જોવા મળ્યો હતો.

સ્કૂલ મેનેજમેન્ટ સામે આક્રોશ

પ્રદર્શનકારીઓનો મુખ્ય આક્રોશ સેવન્થ ડે સ્કૂલના મેનેજમેન્ટ સામે હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે અગાઉ ફરિયાદ કરવામાં આવી હોવા છતાં મેનેજમેન્ટે કોઈ કાર્યવાહી કરી ન હતી. આ બેદરકારીને કારણે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હોવાનું તેમનું માનવું છે.

આ સમાચાર શેર કરો