મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદની ખોખરાની સેવન્થ ડે સ્કૂલ છાવણીમાં ફેરવાઈ, મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

અમદાવાદના ખોખરામાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીની ચાકુ મારી હત્યા કરી દીધ

અમદાવાદના ખોખરામાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીની ચાકુ મારી હત્યા કરી દીધી હતી. સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. જો કે, બાળકના મોત બાદ મૃતક વિદ્યાર્થીના પરિવારજનો તેમજ સમાજના લોકોએ સ્કૂલમાં ઘૂસી પ્રિન્સિપાલ અને સ્ટાફને માર્યા હતા અને ભારે તોડફોડ પણ કરી હતી. 

 શાળામાં વિદ્યાર્થીની હત્યા બાદ ગઈકાલે ભારે હોબાળો 

અમદાવાદના ખોખરાની સેવન ડે શાળામાં વિદ્યાર્થીની હત્યા બાદ ગઈકાલે ભારે હોબાળો થયો હતો..જે બાદ આજે સેવન્થ ડે સ્કૂલ ખાતે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસ અને શહેર પોલીસની અનેક ગાડીઓ સ્કૂલ પરિસરમાં તૈનાત કરાઈ છે.

મોટી સંખ્યામાં પોલીસ જવાનોને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા

મોટી સંખ્યામાં પોલીસ જવાનોને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે, જેમાં મહિલા પોલીસ અધિકારીઓ પણ સામેલ છે. સેવન ડે સ્કૂલની આસપાસની તમામ શાળાઓમાં પણ પોલીસ બંદોબસ્ત વધારી દેવાયો છે.આજે કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.

આ ઉપરાંત શહેર ડીઈઓ દ્વારા પોલીસ કમિશનરને પણ પત્ર લખીને જણાવ્યું છે કે સ્કૂલમાં પોલીસ બંદોબસ્ત વિના પ્રત્ય શૈક્ષણિક કાર્ય શક્ય નથી. જેથી વિદ્યાર્થીઓના હિતને ઘ્યાને રાખી ઓનલાઈન શિક્ષણ માટેસ્કૂલને જાણ કરાઈ છે. ઉપરાંત ઓનલાઈન શિક્ષણ અને અન્ય કામગીરી માટે સ્કૂલમાં આવનારા શિક્ષકો તેમજ સ્ટાફની સુરક્ષાને ઘ્યાને રાખી પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી પોલીસ બંદોબસ્ત આપવામા આપવામા આવે.

આ સમાચાર શેર કરો