VIDEO: સુરતમાં પોલીસની કડક કાર્યવાહી, સ્થાનિકો સાથે દાદાગીરી કરતા આરોપીઓનું જાહેરમાં કાઢ્યું સરઘસ
સુરતના ઓલપાડ વિસ્તારમાં પોલીસે લુખ્ખા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી છ
સુરતના ઓલપાડ વિસ્તારમાં પોલીસે લુખ્ખા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. જેલમાંથી છૂટ્યા બાદ ફરી દાદાગીરી કરનાર હિતેશ સોલંકી અને મિત માવાણીને પોલીસે ઝડપી પાડ્યા હતા. આરોપીઓએ સાયણની શિવધારા સોસાયટીમાં સ્થાનિકો સાથે બબાલ કરી આતંક મચાવ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ ઓલપાડ પોલીસે ભક્તિધારા સોસાયટી વિસ્તારમાં બંને આરોપીઓનું જાહેર સરઘસ કાઢી કાયદાનો પાઠ ભણાવ્યો હતો. પોલીસ સમક્ષ બંને આરોપીઓએ જાહેરમાં બે હાથ જોડીને માફી માગી. પોલીસની આ કાર્યવાહી જોવા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ જામ્યો હતો.


