મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નસવાડીમાં વૃદ્ધ મહિલાની હત્યાનો ગુનો પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલ્યો, આરોપીઓ સાથે કર્યું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન

નસવાડી તાલુકાના ગઢબોરીયાદ ગામમાં વૃદ્ધ મહિલાની હત્યાના બનાવમાં પોલીસે ગણતરીના કલાકોમાં

નસવાડી તાલુકાના ગઢબોરીયાદ ગામમાં વૃદ્ધ મહિલાની હત્યાના બનાવમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ ગુન્હો ઉકેલી નાખ્યો છે. નસવાડી પોલીસની ઝડપી કામગીરીથી આરોપીઓને ઝડપવામાં સફળતા મળી છે. પોલીસે આરોપીઓ સાથે ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન પણ કર્યું હતું.

ગણતરીના કલાકોમાં જ ગુનો ઉકેલાઈ જતાં ગ્રામજનોએ પોલીસનું ફૂલહારથી સ્વાગત કરી પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા. પોલીસ જવાનો પર ફૂલોની વર્ષા કરી ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર કામગીરીથી વિસ્તારમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. 

આ સમાચાર શેર કરો