VIDEO: 'હે માડી! ધ્યાન રાખજે, ચોરની વાદે ચણા ઉપાડવા ચડ્યો છું',બુટલેગરની પ્રાર્થનાથી પોલીસ હરકતમાં!
ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે 31st નજીક આવતા જ રાજસ્થાનથી ગુજરાતમાં દારુ ઘુસાડવાના કેટ
ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે 31st નજીક આવતા જ રાજસ્થાનથી ગુજરાતમાં દારુ ઘુસાડવાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.વાયરલ વીડિયો અંગે DGPએ SMCને તપાસ સોપી છે. વાયરલ વીડિયોને લઇને બનાસકાંઠાના બુટલેગર સહિત અન્ય 2 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
રાજસ્થાનથી ગુજરાતમાં દારુ ઘુસાડવાનો વીડિયો વાયરલ
મહત્ત્વપૂર્ણ છે કે સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાયરલ થયા છે જેમાં રાજસ્થાનના સાંચોરથી ગુજરાતમાં એક કારમાં દારુ ઘુસાડવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં એક પોલીસ કર્મી પણ બુટલેગર સાથે હાથ મીલાવતો જોવા મળ્યો હતો. પોલીસે આ વીડિયોના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય એક વીડિયોમાં બુટલેગર 200 KMની સ્પિડે દારૂ ભરેલી કાર હંકારતો જોવા મળ્યો હતો. જ્યારે અન્ય એક વીડિયોમાં બુટલેગર કહે છે કે, હે માંડી મારૂં ધ્યાન રાખજે, હું ચોર વાદે ચણા ઉપાડવા ચઢ્યો છું.આ તમામ વીડિયોને લઇને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગુજરાતમાં દારુ ઘુસાડવાના વાયરલ વીડિયો મામલે કાર્યવાહી
ગુજરાતમાં દારુ ઘુસાડવાના વાયરલ વીડિયો મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. કારની અંદર દારુ ભરીને ગુજરાતમાં દારુ આવતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વાયરલ વીડિયો અંગે DGP વિકાસ સહાયે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ને તપાસ સોપી હતી. SMCના એસપીના આદેશથી સમગ્ર મામલે તપાસ કરવામાં આવી છે.
બે અલગ અલગ પોલીસ મથકે વાયરલ વીડિયોને લઇને ગુનો નોંધવામાં આવ્યો છે. કાયદાના સંઘર્ષમાં આવતા કિશોર સહિત 2 વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઇ છે. બનાસકાંઠાના આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.
આ પણ વાંચો: બોલાચાલીમાં કમાન છટકી, દારૂડિયાએ પીકઅપથી 13 લોકોને કચડ્યા; 5ના દર્દનાક મોત
બનાસકાંઠાના બુટલેગર દશરથ ઠાકોર સામે ગુનો નોંધાયો
બનાસકાંઠાના બુટલેગર દશરથ ઠાકોર સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. અન્ય એક વીડિયોના આધારે કિશોર અને સ્વરૂપસિંહ લવારા સામે પણ ગુનો નોંધાયો છે. ધાનેરા પોલીસ મથકે આ ફરિયાદ નોંધવામાં આવી છે. ગુનાના કામે 3 મોબાઇલ ફોન પણ પોલીસ દ્વારા કબ્જે લેવામાં આવ્યા છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.








