VIDEO: 'હવે વધારે શ્રદ્ધાળુ ના મોકલો', યમુનોત્રી ધામમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ વચ્ચે પોલીસે કરવી પડી અપીલ
બદ્રીનાથ ધામના કપાટ ખુલવાની સાથે ઉત્તરાખંડના તમામ ચાર ધામ-કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્ર

બદ્રીનાથ ધામના કપાટ ખુલવાની સાથે ઉત્તરાખંડના તમામ ચાર ધામ-કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રીની યાત્રા શરૂ થઇ ગઇ છે. પ્રથમ દિવસે જ કેદારનાથમાં રેકોર્ડ 32 હજાર શ્રદ્ધાળુ પહોંચ્યા હતા. આ વચ્ચે યાત્રાા પ્રથમ દિવસે યમુનોત્રી જતા શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં પહાડના રસ્તા પર ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. વીડિયો સામે આવ્યા બાદ રાજ્ય સરકારની તૈયારીઓને લઇને પણ સવાલ ઉભા થયા છે. પોલીસે સ્પષ્ટતા કરતા કહ્યું કે ત્યાં સ્થિતિ સામાન્ય છે અને હવે ભીડ નથી.
ઉત્તરકાશી પોલીસની પોસ્ટ
આ વચ્ચે રવિવાર સવારે ઉત્તરકાશી પોલીસે સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પોસ્ટ કરતા લખ્યુ, "આજે શ્રી યમુનોત્રી ધામ પર ક્ષમતા અનુસાર પુરતા શ્રદ્ધાળુઓ પહોંચી ચુક્યા છે. હવે વધારે શ્રદ્ધાળુઓને મોકલવા જોખમ ભર્યું છે. જે પણ શ્રદ્ધાળુ આજે યમુનોત્રી યાત્રા પર આવી રહ્યાં છે, તેમને અપીલ છે કે આજે યમુનોત્રીજીની યાત્રા સ્થગિત કરો.'
વીડિયો પર ઉભા થયા સવાલ
રવિવારે જેવી જ ખતરનાક સ્થિતિ ધરાવતો યમુનોત્રીનો વીડિયો સામે આવ્યો ત્યારે શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઇને પણ સવાલ ઉભા થયા છે. વીડિયોમાં જોઇ શકાય છે કે લોકો ના તો આગળ વધી રહ્યાં છે અને ના તો પાછળ જઇ રહ્યાં છે. કેટલાક લોકો ખતરનાક પહાડો પર ચઢતા પણ જોવા મળે છે અને ખચ્ચર તથા ડોલીવાળા ભીડમાં ફસાયેલા છે.'








