મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સુરત પોલીસ કમિશનરે કહ્યું, ચૂંટણી અગાઉ 20 હજાર સામે અટકાયતી પગલાં લીધાં, 53ને કરાયા પાસા

સુરતની લોકસભા બેઠક બિનહરિફ થઈ છે. પરંતુ સુરતનો મોટાભાગનો વિસ્તાર બારડોલી અને નવ

સુરતની લોકસભા બેઠક બિનહરિફ થઈ છે. પરંતુ સુરતનો મોટાભાગનો વિસ્તાર બારડોલી અને નવસારી લોકસભા સીટમાં આવે છે. જેથી આગામી 7મી મેના રોજ યોજાનારી ચૂંટણી અગાઉ પોલીસ દ્વારા કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત અસામાજિક ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. 20,000 સામે અટકાયતી પગલા લેવામાં આવી રહ્યા છે. જેમાંથઈ 53ને પાસા કરાયા છે. આ સાથે 33 પોલીસ સ્ટેશનમાં તમામ ટીમ સક્રિય રીતે કામ કરતી હોવાનું પોલીસ કમિશનરે કહ્યું છે.

ચેકીંગની કાર્યવાહી યથાવત

પોલીસ કમિશનરે કહ્યું કે, ચૂંટણી અગાઉ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા કામ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં 12,719 વાહનોનું ચેકીંગ કરાયું છે. 510 શંકાસ્પદ સ્થળોનું ચેકીંગ કરાયું છે. 411 હિસ્ટ્રીશીટર વાળા ઇસમોને ચેક કરવામાં આવ્યા છે. જ્યારે 769 MCR કાર્ડવાળા ઇસમોને ચેક કરાયા છે. 174 કેસ ગેરકાયદેસર છરી, ચપ્પુ, તલવાર અને હથિયારના કરવામાં આવ્યાં છે. 194 સક્રિય ગુનેગારોને ચેક કરવામાં આવ્યા છે. તો 277 ટપોરી ઇસમોને ચેક કરવામાં આવ્યા છે. 174 તડીપાર ઇસમોને ચેક કરવામાં આવ્યા છે. જ્યારે 310 મોટર વ્હિકલ એકટ અનુસાર કેસ કરાયા છે. દારૂ પીને ગાડી ચલાવવા બદલ 83 કેસ કરાયા છે. ભયજનક વાહન ચલાવનારા સામે 46 કેસ કરવામાં આવ્યા છે.

અટકાયતી પગલાં યથાવત

53 ઇસમો સામે પાસાનો હુકમ કરવામાં આવ્યો છે. તો 91 સામે તડીપારની દરખાસ્ત કરવામાં આવી છે.4 એનડીપીએસના કેસ કરવામાં આવ્યા છે. 8 ગેરકાયદેસર હથિયાર બાબતેના કેસ કરવામાં આવ્યા છે. 1550 સામે પ્રોહીબિશનના કેસો કરવામાં આવ્યા છે. 46 ઈસમો સામે જુગારધારા હેઠળ કેસ કરાયા છે. આ ઉપરાંત 19114 સામે અટકાયતી પગલા લેવામાં આવ્યા છે. 

ભયમુક્ત મતદાન માટે કાર્યવાહી

આવનારા દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઈવ યોજવામાં આવશે. લોકો ભય વગર મતદાન કરી શકે તે માટે આ કાર્યવાહી કરાઈ રહી છે. ઇલેક્શનને થોડા દિવસો જ બાકી રહ્યા છે ત્યારે અમારી પાસે રહેલી 3 પેરામિલેટ્રીની ટૂકડી અને પોલીસ ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકીંગની કાર્યવાહી કરવામાં આવશે.  નવસારી લોકસભામાં સુરતની 4 વિધાનસભા આવે છે. ચોર્યાસી, મજૂરા, ઉધના અને લીંબાયત છે. આ ઉપરાંત બારડોલી લોકસભા વિસ્તારનો ભાગ પણ સુરતમાં આવે છે. આમ સુરતમાં 24 પોલીસ વિસ્તારમાં ચૂંટણી થશે. 9 પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચૂંટણી થશે નહીં. જે સુરત લોકસભા હેઠળ આવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો