VIDEO: વડગામના મગરવાડામાં મહિલા બુટલેગર સાથે પોલીસની ઝપાઝપી, 72 લીટર દેશી દારુ સહિતનો મુદ્દામાલ જપ્ત
વડગામના મગરવાડામાં દેશી દારૂના અડ્ડા ચલાવતા શખ્સો સામે પોલીસે કાર્યવાહી કરી છે. મગરવાડામાં રેડ કરવા
વડગામના મગરવાડામાં દેશી દારૂના અડ્ડા ચલાવતા શખ્સો સામે પોલીસે કાર્યવાહી કરી છે. મગરવાડામાં રેડ કરવા ગયેલી પોલીસની ટીમ સાથે મહિલા બુટલેગરોની ઝપાઝપી થઇ હતી. પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા પોલીસ સાથે મહિલા બુટલેગરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હતા. પોલીસે રેડ દરમિયાન 72 લીટર દેશી દારુ, 20 લીટર દેશી દારુ બનાવવાનો વોશ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે સગીર સહિત 9 લોકો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.




