મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દાણીલીમડામાં મિત્રની હત્યા કરનાર યુવકને પોલીસે દબોચી લીધો, નાસી જવાની ફિરાકમાં હતો આરોપી

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાંથી મિત્રતાને કલંકિત કરતી એક સનસનીખેજ હત્યાની ઘટના સામે આવી છે. ફ

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાંથી મિત્રતાને કલંકિત કરતી એક સનસનીખેજ હત્યાની ઘટના સામે આવી છે. ફૈઝલ નગરમાં આખો દિવસ સાથે વિતાવ્યા બાદ, ફોન પર બહેન વિશે થયેલી સામાન્ય બોલાચાલી અને બિભત્સ શબ્દોના કારણે લોહીયાળ જંગ ખેલાયો હતો. આરોપી અરબાઝ ઉર્ફે 'ભાભી' મણિયારે આવેશમાં આવીને તેના જ મિત્ર અમન પઠાણ પર છરી વડે એક પછી એક ૫ જેટલા ઘા ઝીંકીને તેની ક્રૂર હત્યા કરી નાખી હતી.

મૃતકના પરિવારે આક્ષેપ કર્યો છે કે હત્યા પહેલા તેમને ધમકી પણ આપવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતાં દાણીલીમડા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. આરોપી અરબાઝ લાલ દરવાજા નજીકથી આર્થિક મદદ મેળવીને આગ્રા નાસી જવાની ફિરાકમાં હતો, પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં જ બાતમીના આધારે તેને દબોચી લીધો છે.

આ સમાચાર શેર કરો