VIDEO: બે ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અમદાવાદના જાણીતા ટેનિસ કોચની પોલીસ દ્વારા ધરપકડ
અમદાવાદના જાણીતા ટેનિસ કોચ વૈદિક મુનશાવની બે અલગ અલગ ગંભીર ગુનાઓમાં સંડોવ
અમદાવાદના જાણીતા ટેનિસ કોચ વૈદિક મુનશાવની બે અલગ અલગ ગંભીર ગુનાઓમાં સંડોવણી બદલ પોલીસે ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ તેની પત્નીએ શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સોલા પોલીસ મથકે અંદાજે 12.20 લાખના કિંમતી દાગીનાની ચોરીનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો. ધરપકડથી બચવા માટે આરોપી અન્ય એક મહિલા સાથે થાઈલેન્ડ ફરાર થઈ ગયો હતો. પરંતુ જેવો તે વિદેશથી પરત ફર્યો કે તરત જ પોલીસે વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીની માતા સેટેલાઈટ વિસ્તારની એક પ્રતિષ્ઠિત શાળાના પ્રિન્સિપલ છે. હાલમાં આનંદનગર અને સોલા પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ અને કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.
જાહેરાત






