VIDEO: સુરતના વેસુ VIP રોડ પર અકસ્માત મામલો, પોલીસે મંથન પટેલની કરી ધરપકડ
સુરતના વેસુ VIP રોડ પર નબીરાઓએ સ્પીડ લિમિટના તમામ નિયમો ન

સુરતના વેસુ VIP રોડ પર નબીરાઓએ સ્પીડ લિમિટના તમામ નિયમો નેવે મૂકીને જે તાંડવ મચાવ્યું તેના નિશાન આજે પણ ઘટનાસ્થળે જોવા મળી રહ્યા છે. GSTVના ગ્રાઉન્ડ રિપોર્ટમાં સામે આવ્યું છે કે, અકસ્માત એટલો ભયાનક હતો કે મહાનગરપાલિકાના ત્રણ મજબૂત લાઈટ પોલ જડમૂળથી ઉખડી ગયા છે અને રસ્તા પર લક્ઝુરિયસ ગાડીઓના ટુકડાઓ વેરાયેલા પડ્યા છે.
સુરતના વેસુ વિસ્તારમાં નબીરાએ અકસ્માત સર્જ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી છે..આ સમગ્ર મામલે વેસુ પોલીસે કારના ચાલક મંથન પટેલ નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મંથન પટેલ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલો નબીરો છે. જ્યારે તેની સાથે રેસ લગાવી રહેલો અન્ય કારનો ચાલક અકસ્માત બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયો છે, જેની શોધખોળ અત્યારે તેજ કરવામાં આવી છે.
બીજી તરફ, અકસ્માત સર્જી ફરાર થયેલો BMW ચાલક ઋષિ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. પોલીસની ટીમ તેના ઘરે પહોંચી હતી, પરંતુ તે મળી આવ્યો ન હતો. હાલ પોલીસે ફરાર નબીરાને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
વેસુ પોલીસે કારના ચાલક મંથન પટેલ નામના યુવકની ધરપકડ
સુરતના વેસુ વિસ્તારમાં નબીરાએ અકસ્માત સર્જ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી છે.. આ સમગ્ર મામલે વેસુ પોલીસે કારના ચાલક મંથન પટેલ નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મંથન પટેલ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલો નબીરો છે. જ્યારે તેની સાથે રેસ લગાવી રહેલો અન્ય કારનો ચાલક અકસ્માત બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયો છે, જેની શોધખોળ અત્યારે તેજ કરવામાં આવી છે.







