VIDEO: PM મોદીએ પશ્ચિમ બંગાળના મતદારોનો હૃદયપૂર્વક આભાર માન્યો, હજારોની મેદની વચ્ચે નવા મંત્રીમંડળે લીધા શપથ
પશ્ચિમ બંગાળના રાજકીય ઈતિહાસમાં આજે એક નવો અધ્યાય શરૂ
પશ્ચિમ બંગાળના રાજકીય ઈતિહાસમાં આજે એક નવો અધ્યાય શરૂ થયો છે. કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે નવનિર્વાચિત ભાજપ સરકારનો ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વિડિઓ શેર કરતા પશ્ચિમ બંગાળના મતદારોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે આ જીત બંગાળના વિકાસ અને પરિવર્તનની જીત છે. કાર્યક્રમમાં હજારોની મેદની વચ્ચે નવા મંત્રીમંડળે શપથ લીધા હતા. પીએમ મોદીએ બંગાળની જનતાને ખાતરી આપી હતી કે નવી સરકાર રાજ્યના કલ્યાણ અને પ્રગતિ માટે પૂર્ણ સમર્પણ સાથે કામ કરશે. આ સમારોહને પગલે સમગ્ર રાજ્યમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે.


