VIDEO: પીએમ મોદી મેલબર્નથી ન્યુઝીલેન્ડ જવા રવાના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના 6 દિવસીય વિદેશ પ્રવાસના અંતિમ તબક્કામાં આજે ન્યુઝીલેન્ડ પહોંચશે. ઓસ્ટ્રેલિયા પ્ર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના 6 દિવસીય વિદેશ પ્રવાસના અંતિમ તબક્કામાં આજે ન્યુઝીલેન્ડ પહોંચશે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પરથી મોદી મેલબર્નથી ન્યુઝીલેન્ડ જવા રવાના થયા છે. પીએમના પ્રવાસની શરૂઆત ન્યુઝીલેન્ડ સરકાર સાથે દ્વિપક્ષીય વાટાઘાટોથી થશે. આ દરમિયાન બંને દેશો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરારને અંતિમ સ્વરૂપ આપશે. ત્યારબાદ પીએમ એક બિઝનેસ ઇવેન્ટ અને સ્પોર્ટિંગ ઇવેન્ટમાં ભાગ લેશે. પીએમ મોદી ઓકલેન્ડમાં 40 હજાર ભારતીયોને પણ સંબોધિત કરશે. પીએમના સ્વાગત માટે ભારતીય સમુદાયે 'કિયા ઓરા મોદી' કાર્યક્રમનું આયોજન કર્યું છે. ન્યુઝીલેન્ડમાં 40 વર્ષ બાદ કોઈ ભારતીય પીએમની આ મુલાકાત થઈ રહી છે. આ પહેલા 1986માં તત્કાલીન પીએમ રાજીવ ગાંધી ન્યુઝીલેન્ડ ગયા હતા.




