VIDEO: PM મોદીએ નવદંપતી અનંત-રાધિકાને આપ્યા શુભ આશીર્વાદ
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ શુક્રવારે લ

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ શુક્રવારે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. ત્યારે આજે જિયો વર્લ્ડ સેન્ટર ખાતે અનંત-રાધિકાનું વેડિંગ રિસેપ્શન છે. જેમાં વડાપ્રધાન મોદી સહિત દેશ-વિદેશથી મહેમાનો પધાર્યા છે. અનંત-રાધિકાએ પીએમ મોદીને પગે લાગ્યા હતા. પીએમ મોદીએ નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.
શુક્રવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના થયા હતા લગ્ન
12 જુલાઇએ બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થયા છે. નવયુગલને આશીર્વાદ મળે તે માટે અંબાણી પરિવાર તરફથી આજે ખાસ 'શુભ આશીર્વાદ' કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં બોલિવૂડ, હોલિવૂડના અનેક સેલિબ્રિટઝ આ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જગદ્ગુરુ શંકરાચાર્ય અને અનેક કથાવાચકો પણ અનંતને આશીર્વાદ આપવા માટે આવ્યા હતા.
શુભ આશીર્વાદ કાર્યક્રમમાં દેશ વિદેશના મહાનુભાવોએ હાજરી આપી. ભારતીય ક્રિકેટર સૂર્ય કુમાર યાદવ પરિવાર સાથે પહોચ્યો હતો. આ સિવાય જસપ્રીત બુમરાહ અને તેની પત્ની સંજના પણ આશીર્વાદ સેરેમનીમા પહોચ્યા હતા.પૂર્વ ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની તેની પત્ની સાક્ષી અને પુત્રી ઝીવા સાથે પહોંચ્યો હતો.
અમિતાભ બચ્ચન અનંત-રાધિકાને આશીર્વાદ આપવા પહોંચ્યા
આ ઉપરાંત બોલીવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચન અનંત-રાધિકાને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા. તેમજ શાહરૂખ ખાને તેની પત્ની ગૌરી ખાન અને પુત્રી સુહાના અનંત-રાધિકાના શુભ આશીર્વાદ સમારોહમાં હાજરી આપી હતી.
યોગ ગુરુ બાબા રામદેવ પણ આવ્યા
અનંત રાધિકાના આશીર્વાદ સમારોહમાં કાજલ અગ્રવાલ તેના પતિ ગૌતમ કિચલુ સાથે ફંક્શનમાં હાજરી આપવા પહોંચી હતી. યોગ ગુરુ બાબા રામદેવ, ભારતની બોક્સિંગ ક્વીન મેરી કોમે પણ ભાગ લીધો હતો તેની સાથે ધ ગ્રેટ ખલી પણ સામેલ થયા હતા. સૈફ અલી ખાનનો પુત્ર ઇબ્રાહિમ અને તેની બહેન સારા અલી ખાન પણ અનંત-રાધિકાના શુભ આશીર્વાદ સમારોહમાં હાજરી આપી હતી.
શુભ આશીર્વાદ કાર્યક્રમમાં પણ રાજેનતાઓનો જમાવડો
શુભ આશીર્વાદ કાર્યક્રમમાં પણ રાજેનતાઓનો જમાવડો જોવા મળ્યો હતો. મહારાષ્ટ્ર સરકારના દિગ્ગજ નેતાઓ, આંધ્ર પ્રદેશના CM નાયડુ અને ડેપ્યુટી CM પવન કલ્યાણ, કોંગ્રેસ નેતા કમલનાથ જેવા અનેક દિગ્ગજ નેતાઓ આજે નવયુગલને આશીર્વાદ આપવા માટે આવ્યા હતા. માત્ર ભારત જ નહીં વિદેશથી પણ નેતાઓ આજના કાર્યક્રમ માટે ખાસ મુંબઈ આવ્યા હતા, બ્રિટનના પૂર્વ PM બોરિસ જોન્સન પણ આવ્યા હતા.








