VIDEO: કર્ણાટક સરકાર પર પીએમ મોદીના પ્રહાર; 'જનતાના પ્રશ્નોને બદલે આંતરિક વિવાદો ઉકેલવામાં જ વ્યસ્ત છે કોંગ્રેસ'
કર્ણાટકની કોંગ્રેસ સરકાર પર નિશાન
કર્ણાટકની કોંગ્રેસ સરકાર પર નિશાન સાધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, જનતાની સમસ્યાઓ ઉકેલવાને બદલે અહીંની સરકાર પોતાનો મોટાભાગનો સમય આંતરિક વિવાદો અને ખેંચતાણ શાંત કરવામાં વિતાવી રહી છે. તેમણે કટાક્ષ કર્યો હતો કે, કર્ણાટકમાં મુખ્યમંત્રી કેટલો સમય પોતાના પદ પર ટકી રહેશે તે હજુ સુધી નક્કી થઈ શક્યું નથી. વડાપ્રધાને કેરળની સ્થિતિનો ઉલ્લેખ કરતા ઉમેર્યું હતું કે, ત્યાં પણ કોંગ્રેસ કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચી શકી નથી; તેઓ પોતાની જ પાર્ટીના નેતાઓ સાથે વચનો આપે છે અને બાદમાં તેમને દગો આપે છે. વડાપ્રધાનના મતે અગાઉ છત્તીસગઢ અને રાજસ્થાનમાં પણ નેતૃત્વ પરિવર્તનને લઈને આ જ પ્રકારની અસ્થિરતાનો ખેલ જોવા મળ્યો હતો, જે હવે કર્ણાટક બાદ કેરળમાં પણ દોહરાવવામાં આવી રહ્યો છે.


