VIDEO: કડોદરા નજીક પાઈપ ભરેલો ટ્રક હાઈટેન્શન પિલર સાથે અથડાતા ટ્રાફિક ઠપ
સુરત જિલ્લાના કડોદરા નજીક ચલથાણ કટ પાસે એક પૂરપાટ ઝડપે જત

સુરત જિલ્લાના કડોદરા નજીક ચલથાણ કટ પાસે એક પૂરપાટ ઝડપે જતો પાઈપ ભરેલો ટ્રક ધડાકાભેર હાઈટેન્શન વીજ પિલર સાથે અથડાયો હતો. આ અકસ્માતમાં હાઈટેન્શન પિલરને ભારે નુકસાન પહોંચ્યું છે અને ડિંડોલી-કડોદરા રોડ પર ભારે ટ્રાફિક જામના દશ્યો સર્જાયા હતા. અકસ્માતને કારણે રોડની બંને તરફનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વીજ વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ જ જાનહાનિ થઈ નથી.




