VIDEO: સુરત : કડોદરા અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા પાલિકાની પોલ ખુલી
સોર્સ : GSTV
સુરત જિલ્લામાં સવારથી જ સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. બારડોલી બાદ હવે કડોદરા અને પલસાણા પંથકમાં પણ ધોધમાર વરસાદના કારણે કડોદરા-સુરત મુખ્ય માર્ગ પર ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને કડોદરા ચાર રસ્તા નજીક આવેલા અંડરપાસ ગરનાળામાં ગોઠણસમા પાણી ભરાઈ જતાં વાહનચાલકો હાલાકીમાં મુકાયા છે .. પહેલા જ વરસાદમાં માર્ગો જળમગ્ન થઈ જતાં સ્થાનિક નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીના મોટા-મોટા દાવાઓની પોલ ખુલી ગઈ છે..

