Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : The first rains in Kadodara washed away pre-monsoon operations of the municipality, flooded societies and shops.

કડોદરામાં પ્રથમ વરસાદે જ પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી ધોવાઈ,સોસાયટીઓ અને દુકાનોમાં ભરાયા પાણી

Timeછેલ્લું અપડેટ : 30 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત જિલ્લાના કડોદરામાં ચોમાસાના પ્રથમ વરસાદે જ સ્થાનિક તંત્રની પોલ ખોલી નાખી છે. કડોદરા નગરપાલિકાના વોર્ડ નંબર ૨ માં આવેલી શ્રીનિવાસ સોસાયટીમાં વહેલી સવારથી જ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. માર્ગો પર પાણી ભરાઈ જતાં વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, જ્યારે અનેક નીચાણવાળા વિસ્તારો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં વેપારીઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વિસ્તારની ગટરો ઉભરાઈ જવાને કારણે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા રહી નથી. કરોડોના ખર્ચે થતી કડોદરા નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેવા ગંભીર સવાલો જનતા ઉઠાવી રહી છે.  

App Store