મુખ્ય સામગ્રી પર જાઓ

Video: અંબાજી આવતા યાત્રિકોને રહેવા માટે મળશે આ વિશેષ સુવિધા

ભાદરવી પૂનમના મેળામાં અંબાજી આવતા યાત્રિકોને સુખ અને સુવિધા મળી રહે તે માટે વહીવટ

ભાદરવી પૂનમના મેળામાં અંબાજી આવતા યાત્રિકોને સુખ અને સુવિધા મળી રહે તે માટે વહીવટી તંત્ર કટિબધ્ધ બન્યુ છે. પવિત્ર યાત્રાધામ અંબાજીમાં શ્રધ્ધાળુઓ માટે રાજ્ય સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિસામા માટે 4 ડોમની વ્યવસ્થા કરાઈ છે. જેમાં  આ ડોમમાં પ્રત્યેક યાત્રાળુઓના રજિસ્ટ્રેશન સહિતની અનોખી વ્યવસ્થા કરાઇ છે. ચાર વિશાળ ડોમમાં ટોઇલેટ, પીવાનું શુધ્ધ પાણી, ગરમ પાણી, પથારી, આરોગ્ય  સુવિધા, મોબાઇલ ચાર્જીંગની સુવિધા સાથે પ્રત્યેક વિશ્રામ સ્થળમાં સ્વચ્છતા અને યાત્રિકોની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

વિશ્રામ ડોમમાં યાત્રાળુઓ માટે બેડની સુવિધા, શૌચાલય, સીસીટીવી કેમેરા, મોબાઇલ ચાર્જીંગની વ્યવસ્થા, હાઉસકીંપીગની સર્વિસ, સાઇનેઝીસ, ફ્રલોર કાર્પેટ અને અગ્નિશામક સાધનો તેમજ પ્લાસ્ટિક,ક્રસર સહિતની તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે. યાત્રિકો માટે રહેઠાણ, પાણી, ખોરાક, આરોગ્ય સહિતની તમામ સેવાઓનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

આ સમાચાર શેર કરો