મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : અમરનાથ યાત્રા શરૂ થાય તે પહેલાં જ બાબા બર્ફાનીના પ્રથમ દિવ્ય દર્શનની તસવીર સામે આવી

જમ્મુ કાશ્મીરમાં આવેલા પવિત્ર યાત્રાધામ અમરનાથ યાત્રા શરૂ થાય તે પહેલાં

જમ્મુ કાશ્મીરમાં આવેલા પવિત્ર યાત્રાધામ અમરનાથ યાત્રા શરૂ થાય તે પહેલાં જ બાબા બર્ફાનીના પ્રથમ દિવ્ય દર્શનની તસવીર સામે આવી છે. જેમાં ૬થી ૭ ફૂટનું ભવ્ય બરફથી નિર્મિત શિવલિંગ સ્પષ્ટપણે જોઈ શકાય છે, જેના સૌપ્રથમ દર્શન ત્યાં તૈનાત સુરક્ષાદળોએ કર્યા હતા. આ વર્ષે ૩ જુલાઈ ૨૦૨૬થી શરૂ થનારી આ યાત્રા ૯ ઓગસ્ટ ૨૦૨૬ સુધી ચાલશે. યાત્રાના માર્ગ પર હજુ પણ ક્યાંક ૮ તો ક્યાંક ૧૨ ફૂટ જેટલો બરફ જામેલો છે, જેને દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અત્યાર સુધીમાં બંને મુખ્ય માર્ગો પરથી કિલોમીટરો સુધી બરફ હટાવી દેવાયો છે, સાથે જ ટ્રેકને પહોળો કરવા અને સુરક્ષા માટે મજબૂત દીવાલો બનાવવાનું કામ પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યું છે.

આ સમાચાર શેર કરો