Video: જૂનાગઢમાં દૂષિત પાણી પીવાથી 45 લોકોને ઝાડા-ઉલટી થતાં હોસ્પિટલ ખસેડાયા, તંત્રએ ડંકીને કરી સીલ

જૂનાગઢના ઓઘડનગર વોર્ડ નંબર-6માં ગંભીર બેદરકારી સામે આવી છે. મનપાની ડંકી

જૂનાગઢના ઓઘડનગર વોર્ડ નંબર-6માં ગંભીર બેદરકારી સામે આવી છે. મનપાની ડંકીના બોરમાં ગટરનું પાણી ભળી જતાં દૂષિત પાણી પીવાથી 45 જેટલા લોકોને ઝાડા-ઉલટી થયા છે. અસરગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે અને મેડિકલ ટીમ પણ ખડેપગે છે. સ્થાનિક કોર્પોરેટરોની રજૂઆત બાદ તંત્રએ ડંકીને તાત્કાલિક સીલ કરી છે. હાલ વિસ્તારમાં ટેન્કર દ્વારા શુદ્ધ પાણી પૂરું પાડવાની ખાતરી આપવામાં આવી છે.  

આ સમાચાર શેર કરો

જાહેરાત