VIDEO/ Mahisagarમાં ધારાસભ્યનું ગામ વિકાસથી વંચિત, લોકો જીવના જોખમે નદી પાર કરવા મજબૂર

Mahisagar News: મહીસાગરમાંથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગુજરાતના વિકાસની પોલ ખોલતા દ્

Mahisagar News: મહીસાગરમાંથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગુજરાતના વિકાસની પોલ ખોલતા દ્રશ્યો સામે આવી રહ્યા છે. મહીસાગરના લુણાવાડાના ધારાસભ્યના ગામમાં જ વિકાસ નથી પહોંચ્યો. ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણનું ગામ જ અવિકસિત જોવા મળી રહ્યું છે. વિકાસથી કોસો દૂર વિરાણીયા ગામની વેદના સરકાર સાંભળે તેવી વિનંતી છે.

ગામના લોકોને જીવના જોખમે નદીના પાણીમાંથી પસાર થવું પડે છે. વિરણીયાના માદરીયા ફળિયામાં જવા માટે કોઈ રસ્તો નથી. લાખોની ગ્રાન્ટ આવી છતાં પણ કોઈ રસ્તો નથી બન્યો. સ્થાનિક લોકો દ્વારા વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત