મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બોરસદમાં પતંગ ચગાવવા જેવી સામાન્ય બાબતમાં ધીંગાણુ, તલવાર લઇને લોકો રસ્તા પર ઉતરતા વિવાદ

ગુજરાતમાં ઉતરાયણનો તહેવાર ધામધૂમથી 'એ લપેટ, કાઇપો છે'ની બુમો વચ્ચે ઉજવાયો હતો. આ દ

ગુજરાતમાં ઉતરાયણનો તહેવાર ધામધૂમથી 'એ લપેટ, કાઇપો છે'ની બુમો વચ્ચે ઉજવાયો હતો. આ દરમિયાન કેટલીક દુ:ખદ ઘટનાઓ પણ બની હતી. ગાંધીનગર બાદ આણંદના બોરસદમાં  પતંગ ચગાવવા જેવી સામાન્ય બાબતમાં બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી.

બોરસદમાં બે જૂથ વચ્ચે મારામારી

બોરસદમાં પતંગ ચગાવવા જેવી સામાન્ય બાબતમાં બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી. બોરસદના નારાયણનગરમાં ખેતરમાં પતંગ ચગાવતા લોકોને બહાર કાઢવામાં આવતા વિવાદ થયો હતો. કેટલાક ઇસમોએ તલવારો સાથે લોકોને ડરાવવાનો પ્રયાસ કરી વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો.બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો:  ગાંધીનગરમાં પતંગ લૂંટવા જેવી નજીવી બાબતે અથડામણ, એકબીજા પર તૂટી પડ્યા લોકો

ગાંધીનગરમાં પણ થઇ હતી બબાલ

ગાંધીનગરમાં સેક્ટર-4માં પતંગ લૂંટવા જેવી સામાન્ય બાબતમાં રહેણાક બોર્ડિંગ અને તેની પાસે રહેલા લોકો વચ્ચે ધીંગાણુ સર્જાયું હતું. સામાન્ય ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા સમગ્ર ઘટનામાં કેટલાક શખ્સો લાકડી સહિત ઘાતક હથિયાર લઇને રસ્તા પર ઉતરી આવ્યા હતા.

આ સમાચાર શેર કરો