મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતના પર્વત ગામ વિસ્તારમાં પૂરથી લોકોના હાલ બેહાલ

સુરતમાં તાજેતરમાં સર્જાયેલી પૂરની સ્થિતિએ પર્વત ગામ વિસ્તારના લોકોને ભારે હાલાકીમાં મુ

તસવીર: gstv

સુરતમાં તાજેતરમાં સર્જાયેલી પૂરની સ્થિતિએ પર્વત ગામ વિસ્તારના લોકોને ભારે હાલાકીમાં મુકી દીધા છે. પર્વત ગામ ખાતે આવેલી વૃંદાવન સોસાયટી અને માધવબાગ સોસાયટી સહિતની તમામ વસાહતો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જીએસટીવીની ટીમ સાથેની વાતચીતમાં સ્થાનિક રહીશોએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, પૂરના કારણે અત્યંત ભયંકર પરિસ્થિતિ સર્જાઈ હતી, જેમાં ઘરમાં રાખેલા પલંગ, ફ્રીજ સહિતનો તમામ ઘરવખરીનો સામાન પાણીમાં પલળી જતાં મોટું નુકસાન થયું છે.​ આ સંકટ સમયે સ્થાનિક તંત્ર અને ભાજપ સરકાર સામે જનતામાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. લોકોનો આક્ષેપ છે કે પૂરની આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં કોઈપણ નેતા કે અધિકારી તેમની મુલાકાતે અથવા પરિસ્થિતિની સમીક્ષા કરવા આવ્યા ન હતા. પાણી ઓસર્યા પછી પણ પોતાની બરબાદી જોઈને અનેક રહીશો રડી પડ્યા હતા.

આ સમાચાર શેર કરો