મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદની લોખંડવાલા હોસ્પિટલમાં દર્દીના સગાંએ ડોક્ટર પર કર્યો છરી વડે હુમલો

અમદાવાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક હોસ્પિટલમાં ડોક્ટર પર દર્દી અને ત

અમદાવાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક હોસ્પિટલમાં ડોક્ટર પર દર્દી અને તેના સગાએ છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારની લોખંડવાલા હોસ્પિટલમાં ડો.સફવાન બાદી પર ત્રણ લોકોએ છરી વડે હુમલો કર્યો હતો.  હુમલામાં ડો.સફવાન ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

આ પણ વાંચો : UCC અંગે વિપક્ષ નેતાઓએ સરકારની કાઢી આકરી ઝાટકણી, જુઓ શું કહ્યું

ડોક્ટર પોતે સર્જન નહીં હોવાથી દર્દીની સર્જરીનો ઇન્કાર કરાતા દર્દીના સબંધી ઉશ્કેરાયા હતા. ડોક્ટરે દર્દીને બીજી હોસ્પિટલમાં લઇ જવા માટે સગાને સૂચન કર્યુ હતું. તેથી દર્દીના સગા ડોક્ટર અને સ્ટાફ પર ગુસ્સે થઈ ગાળો બોલીને માહોલ તંગ કર્યો હતો. ડો.સફવાને 3 અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ દરીયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આખરે પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તબીબ પર હુમલાની ઘટનાના સીસીટીવી ફુટેજ જાહેર થયા છે.

આ સમાચાર શેર કરો