મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અનામત આંદોલનના કેસો પરત ખેંચવાનો સરકારના નિર્ણયને પાટીદાર નેતાઓએ આવકાર્યો

ગુજરાતમાં 2015માં પાટીદારો દ્વારા અનામત આંદોલન કરવામાં આવ્યું હતું. આ આંદોલનનાં પડઘા ગુજરાત સ

ગુજરાતમાં 2015માં પાટીદારો દ્વારા અનામત આંદોલન કરવામાં આવ્યું હતું. આ આંદોલનનાં પડઘા ગુજરાત સહિત દેશભરમાં પડ્યા હતાં. આ સિવાય આંદોલન દરમિયાન હાર્દિક પટેલ, ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથરિયા, રેશ્મા પટેલ જેવા મોટા નેતાઓ પણ ઉભરી આવ્યા હતાં. જોકે, આ પાટીદાર અનામત આંદોલન દરમિયાન અનેક પાટીદારો સામે શાંતિ ડહોળવાનો પ્રયાસ તેમજ રાજદ્રોહ સહિત વિવિધ ફોજદારી ધારાઓ હેઠળ ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા હતાં. ત્યારથી જ વિવિધ પાટીદાર નેતાઓ દ્વારા આ ગુનાઓ પરત ખેંચવાની માંગ કરવામાં આવી રહી હતી. પરંતુ, આંદોલનના 10 વર્ષ સુધી ગુના પાછા ખેંચાયા નહતાં. જોકે, હવે 10 વર્ષ બાદ અનામત આંદોલનથી ઉભરેલા પાટીદાર નેતા હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી એવો સંદેશ આપ્યો છે કે, ભૂપેન્દ્ર પટેલની સરકારે આ ગુનાઓ પરત ખેંચી લીધા છે.

અનામત આંદોલનના કારણે પાટીદાર યુવાનો પર પોલીસ કેસ મામલે દિનેશ બાંમણીયાએ જાહેરાત કરી છે કે સરકારે તમામ કેસ પાછા ખેંચ્યા છે. આ બાબતે પાટણના ધારાસભ્ય કિરીટ ભાઈએ કહ્યું કે આ જાહેરાત સરકાર દ્વારા થવી જોઈએ. હાલ ઓફિસિયલ આવી કોઈ માહિતી સરકાર કે સરકારના પ્રવક્તા દ્વારા કરવામાં આવી નથી.સરકારે આ બાબતે  પોલીસ કેસની માહિતી જાહેર કરવી જોઈએ મારા સામે તેમજ પાટીદાર યુવાનો સામે ઘણા કેસ છે અને હજુ કેસ ચાલી રહ્યા છે.

સરકારના નિર્ણયને કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય લલીત વસોયાએ આવકાર્યો

પાટીદાર આંદોલનને લગતા કેસ પાછા ખેંચવાના સરકારના નિર્ણયને કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય લલીત વસોયાએ આવકાર્યો હતો... તેમણે કહ્યુ કે સરકારે જે નિર્ણય લીધો છે..તે ખૂબ મોડો લીધો છે.છતાં પણ હું તેમના આ નિર્ણયને આવકારૂ છું.

અનામત આંદોલનના કારણે પાટીદાર યુવાનો પર પોલીસ કેસ મામલે દિનેશ બાંમણીયાએ જાહેરાત કરી છે કે સરકારે તમામ કેસ પાછા ખેંચ્યા છે.આ બાબતે પાટણના ધારાસભ્ય કિરીટ ભાઈએ કહ્યું કે આ જાહેરાત સરકાર દ્વારા થવી જોઈએ.હાલ ઓફિસિયલ આવી કોઈ માહિતી સરકાર કે સરકારના પ્રવક્તા દ્વારા કરવામાં આવી નથી.સરકારે આ બાબતે  પોલીસ કેસની માહિતી જાહેર કરવી જોઈએ. મારા સામે તેમજ પાટીદાર યુવાનો સામે ઘણા કેસ છે અને હજુ કેસ ચાલી રહ્યા છે.

SPG અધ્યક્ષ લાલજીએ કહ્યું કે મોડે મોડે પણ સરકાર જાગી

પાટીદાર આંદોલનના 10 વર્ષ બાદ અનામત આંદોલનથી ઉભરેલા પાટીદાર નેતા હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી એવો સંદેશ આપ્યો છે કે, ભૂપેન્દ્ર પટેલની સરકારે આ ગુનાઓ પરત ખેંચી લીધા છે..ત્યારે આ મામલે એસપીજી અધ્યક્ષ લાલજી પટેલની પ્રતિક્રિયા સામે આવી છે.જેમાં તેમણે જણાવ્યુ કે મોડે મોડે પણ સરકાર જાગી તે સારું કહેવાય. પાટીદાર અનામત આંદોલનને કોઈનું વ્યક્તિગત નહીં પણ સમાજ માટેનું આંદોલન હતું.આંદોલન દરમિયાન યુવાનો પર ખોટા કેસ કરવામાં આવ્યા હતા. હું મુખ્યમંત્રીને મળતો ત્યારે આ કેસો પરત ખેંચવા મામલે રજૂઆત પણ કરતો હતો.સરકારે આ ખૂબ જ સારો નિર્ણય લીધો છે.

હાર્દિક પટેલે તમામનો આભાર માન્યો

પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા રાષ્ટ્રદ્રોહ સહિતના કેસો રાજ્ય સરકારે પરત લીધા હોવાની વાતને લઈને હાર્દિક પટેલે તમામનો આભાર માન્યો હતો.ઉલ્લેખનિય છે કે રાજ્યમાં વર્ષ 2015માં પાટીદારોને અનામત આપવાને લઈને અનામત આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી. અનામત આંદોલનને લઈને અનેક જગ્યાએ ઉગ્ર માગ સાથે તોડફોડ થઈ હતી. પાટીદાર અનામત આંદોલન ઉગ્ર થતાની સાથે જ અમદાવાદ, સુરત, મહેસાણા, ગાંધીનગર સહિતનાં વિવિધ શહેરો અને જિલ્લાઓમાં તોફાનો થયાં હતાં જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત અને પાટીદાર યુવકોના મોત થયા હતા.

લલિતભાઈ કગથરાએ  નિર્ણય આવકાર્યો

પાટીદાર અનામત આંદોલનના મામલે સૌરાષ્ટ્રના કોંગ્રેસના પાટીદાર આગેવાન લલિતભાઈ કગથરાનું નિવેદન સામે આવ્યુ.જેમાં તેમણે જણાવ્યુ કે પાટીદાર આંદોલન સમયે પાટીદારના યુવાનો ઉપર દેશ આઝાદ થયા પછી પ્રથમ વખત રાષ્ટ્રદ્રોહની કલમ લગાવવામાં આવી. દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાન પહોંચાડી દીધી હોય તેવો મોટો ગુનો કર્યો હોય એવો ગુનો પાટીદારના યુવાનો ઉપર લગાડ્યો ત્યારે પણ અમે કહ્યું હતું કે આ કાયદાનો ખોટો ઉપયોગ છે. આ પછી જે આંદોલનકારી સામે ફરિયાદો થઇ તે ભાજપમાં ભળી જાય અથવા ભેળવવામાં આવે એટલે રાષ્ટ્રદ્રોહ રાષ્ટ્ર ભક્ત થઇ જાય એટલે કેસ પાછા ખેંચી લેવામાં આવે એટલે સરકાર રાષ્ટ્રદ્રોહી છે એવું હું સ્પષ્ટ માનું છું.


પાટીદાર આંદોલન સમયે કેસો પરત ખેંચવાને મામલે આંદોલનકારી નેતાઓ અને અનેક યુવાનોને આનો ફાયદો થશે..જોકે આ અંગે ચિરાગ પટેલે કહ્યું કે જ્યાં સુધી સરકાર કોઈ જાહેરાત ન કરે ત્યાં સુધી તેને સાચી સમજવી નહીં....

પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચાવા મુદ્દે ખોડલધામ ચેરમેન નરેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે....જેમા તેમણે જણાવ્યુ કે અનામત આંદોલન સમયે પાટીદાર દીકરા દીકરીઓ પર જુદા જુદા જિલ્લાઓમાં પોલીસ કેસ રજીસ્ટર્ડ કરવામાં આવ્યા હતા. શરૂઆતથી જ ખોડલધામ દ્વારા અનામત આંદોલન સાથે જોડાયેલા આંદોલનકારીઓ અને સરકાર વચ્ચે તાલમેલ સધાઈ તે બાબતના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આખરે રાજ્ય સરકાર અને ભૂપેન્દ્ર પટેલ દ્વારા તમામ કેસો પરત ખેંચવામાં આવ્યા છે માટે હું ભૂપેન્દ્ર પટેલનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું. સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી અનેક પાટીદાર દીકરા દીકરીઓને રાહત મળશે.

આ સમાચાર શેર કરો