VIDEO: પાટડી નગરપાલિકાની બેદરકારી, ગેસગળતરની ઘટનામાં 2 યુવકોના મોત
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડી નગરપાલિકા અંતર્ગત સેફ્ટી સાધનો વિના ગટર
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડી નગરપાલિકા અંતર્ગત સેફ્ટી સાધનો વિના ગટર સફાઈ માટે કામદારોને ઉતાર્યા હતા. જ્યાં ગેસગળતરની ઘટનામાં 2 યુવકોના મોત થયા છે. ગેસગળતરની ઘટનાને પગલે અનેક લોકોના ટોળા ઉમટ્યા હતા. ગટર સફાઈ માટે ઉતરેલા જયેશ પાટડિયા અને ચિરાગ પાટડિયાનું મોત નીપજ્યું છે.
આ પણ વાંચોઃ VIDEO: દેવભૂમિ દ્વારકામાં મેગા ડિમોલિશન ડ્રાઈવ, 36 ગેરકાયદે બાંધકામો દૂર કરી સાત ટાપુઓ સંપૂર્ણ દબાણમુક્ત કરાયા
ગુજરાતમાં વધુ એક ગેસ ગળતરની ઘટનાએ બે યુવકોના જીવ લઈ લીધા છે. પાટડી ભૂગર્ભ ગટરના પંપિંગ સ્ટેશનમાં સેફટીના સાધનો વગર સાફસફાઈ માટે કામદારોને ઉતારવામાં આવ્યા હતા. જ્યાં ગેસગળતરને પગલે બે કામદારોના મોત થયા છે. નગરપાલિકાની બેદરકારી સામે આવી કામ કરતા કામદારોને કોઈ સાધન સામગ્રી ના આપવામાં આવતા પ્રકારની ઘટના બની હોવાનું સામે આવ્યું છે.
ગેસગળતરમાં મૃત્યુ પામેલા બંને યુવકોના મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. એક બાજુ કાલે મુખ્યમંત્રી પાટડી ખાતે આવી રહ્યા છે બીજી તરફ આવા પ્રકારની કરૂણ ઘટના બનતાં ચકચાર ફેલાઈ છે.






