VIDEO: મેરઠમાં પંડિત પ્રદિપ મિશ્રાની કથામાં મચી નાસભાગ, અનેક મહિલાઓ ઘાયલ
મેરઠમાં પંડિત પ્રદિપ મિશ્રાની કથામાં નાસભાગ થઈ હતી. જેના કારણે ઘણી મહિલાઓ અને વૃ
મેરઠમાં પંડિત પ્રદિપ મિશ્રાની કથામાં નાસભાગ થઈ હતી. જેના કારણે ઘણી મહિલાઓ અને વૃદ્ધોના કચડાઈને મોત થયાના અહેવાલ છે. એવું કહેવાય છે કે આ નાસભાગ પ્રદીપ મિશ્રાની શિવ મહાપુરાણ કથા દરમિયાન થઈ હતી. આજે કથાનો છઠ્ઠો દિવસ છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરીમાં લાગી ગઈ છે.
આ પણ વાંચોઃ Bus Accident: મુસાફરોથી ભરેલી બસ પલટી, 5નાં મોત, અનેક ઘાયલ
મળતી માહિતી મુજબ બાઉન્સરો દ્વારા રોકવામાં આવતા નાસભાગ મચી ગઈ હતી. દરરોજ એક લાખથી વધુ લોકો કથાના દર્શન કરી રહ્યા છે. નાસભાગની માહિતી મળતા જ પોલીસ પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના કથા પંડાલના એન્ટ્રી ગેટ પર થઈ હતી.
ઉત્તર પ્રદેશના મેરઠમાં અહીં પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં નાસભાગ મચી ગઈ છે. ઘણી મહિલા અને વડીલો કચડાઈ જવાથી ઈજાગ્રસ્ત થયાં છે. આજે કથાનો છઠ્ઠો અને છેલ્લો દિવસ હતો. બપોરે એક વાગ્યે કથા શરૂ થવાની હતી. જોકે, તેના થોડા સમય પહેલાં જ અહીં નાસભાગ મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, ઘટનાસ્થળે લગભગ એક લાખ લોકો હાજર હતાં.
સ્થાનિક પોલીસ ફોર્સ પહેલેથી જ તૈનાત હતી
સ્થાનિક પોલીસ ફોર્સ પહેલેથી જ તૈનાત હતી, પરંતુ ઘણા પોલીસ સ્ટેશનોમાંથી પોલીસ ટીમોને બોલાવવામાં આવી છે. જો કે આ હંગામામાં કેટલા લોકો ઘાયલ થયા છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. ઘાયલ થયેલા તમામ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
નોંધનીય છે કે જે પંડિત પ્રદીપ મિશ્રાની આજે કથા હતી, તેઓ અગાઉ પણ ઘણા વિવાદોમાં રહ્યા છે. અગાઉ મધ્ય પ્રદેશના સિહોરમાં પણ પ્રદીપ મિશ્રા કથામાં રુદ્રાક્ષ મહોત્સવ દરમિયાન ભારે ભીડના કારણે નાસભાગ થઈ હતી જેમાં એક મહિલાનું નિધન થયું હતું જ્યારે બે હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. એવી અફવા વાંરવાર ફેલાવવામાં આવે છે કે પ્રદીપ મિશ્રા જે રુદ્રાક્ષ આપે છે તેનાથી બીમારી દૂર થઈ જાય છે અને ધનવાન થવાય છે.








