Bus Accident: મુસાફરોથી ભરેલી બસ પલટી, 11નાં મોત, અનેક ઘાયલ
મહારાષ્ટ્રના પૂણેમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. અહીં એક 40 મુસાફરોથી ભરેલી બસ અચાનક પલ

મહારાષ્ટ્રના પૂણેમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. અહીં એક 40 મુસાફરોથી ભરેલી બસ અચાનક પલટી ખાઈ જતાં ચીસાચીસ મચી ગઇ હતી. આ ઘટનામાં લગભગ 13-14 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ અકસ્માત પૂણેના તમ્હાની ઘાટ નજીક સર્જાયો હતો. અહીં એક ખતરનાક વળાંક આવી જતાં બસ પલટી ખાઈ ગઈ હોવાનું મનાય છે. આ દુર્ઘટનામાં 11 લોકોએ જીવ ગુમાવ્યા છે. દુર્ઘટનાસ્થળેથી સામે આવેલી તસવીરો પણ ડરામણી છે.
બસમાં 40 મુસાફરો સવાર હતા
અહેવાલ અનુસાર આ બસ અકસ્માત સવારે 8 વાગ્યાની આસપાસ થયો હતો. જ્યારે બસ ચાકનથી મહાડ તરફ જઈ રહી હતી. બસમાં લગભગ 40 મુસાફરો સવાર હતા. આ તમામ લોકો એક લગ્ન સમારોહમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. ત્યારે અચાનક જ ખતરનાક વળાંક પર બસ ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બસ એક બાજુ નમી ગઇ હતી.







