VIDEO: ડમી સ્કૂલ મુદ્દે તપાસના આદેશ
રાજ્યમાં ડમી સ્કૂલ અંગે ઉઠેલી ફરિયાદોને પગલે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ શહેરની તમામ શાળાઓમાં તપાસના આદેશ આપ્યા

રાજ્યમાં ડમી સ્કૂલ અંગે ઉઠેલી ફરિયાદોને પગલે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ શહેરની તમામ શાળાઓમાં તપાસના આદેશ આપ્યા છે. તમામ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરને વિદ્યાર્થીઓની હાજરી, ડમી વિદ્યાર્થીઓ અને શાળાની વાસ્તવિક કામગીરીની ચકાસણી કરવા સૂચના આપવામાં આવી છે. તપાસ દરમિયાન નિયમોના પાલન અને શૈક્ષણિક રેકોર્ડની પણ સમીક્ષા કરવામાં આવશે. અનિયમિતતા સામે આવશે તો સંબંધિત શાળાઓ સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે




