મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં શિક્ષણ બોર્ડનું ડમી કલ્ચર સામે એક્શન: સંચાલક મંડળના અધ્યક્ષની શાળા સહિત 3 શાળાઓને નોટિસ

ગ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે અમદાવાદની ત્રણ શાળાઓને શો-કોઝ નોટિસ ફટકારી છે. બોર્ડ દ્વારા કરવામાં આવેલી અચાનક તપાસ દરમિયાન શાળાઓમાં 30 ટકા કરતાં ઓછી વિદ્યાર્થી હાજરી નોંધાઈ હતી. ખાસ કરીને અમદાવાદ શાળા સંચાલક મંડળના અધ્યક્ષ એ.કે. ભરવાડની નરોડા સ્થિત ગાયત્રી વિદ્યાલયમાં પણ ઓછી હાજરી જોવા મળતાં ચર્ચા જાગી છે. ઉપરાંત સાયન્સ સિટી વિસ્તારની એસ.એસ. ડિવાઇન સ્કૂલ અને નરોડાની ડિવાઇન સ્કૂલમાં પણ હાજરી અત્યંત ઓછી મળી હતી. ડમી કલ્ચરને ગંભીરતાથી લઈ બોર્ડે શાળાઓની માન્યતા રદ કેમ ન કરવી તે અંગે સ્પષ્ટતા માંગતી શો-કોઝ નોટિસ જારી કરી છે.

આ સમાચાર શેર કરો