શિક્ષણ બોર્ડ દ્વારા મોટો નિર્ણય, બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની અંતિમ તારીખ લંબાવાઈ
ગુજરાતમાં ફેબ્રુઆરી-માર્ચ 2026માં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા

ગુજરાતમાં ફેબ્રુઆરી-માર્ચ 2026માં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાશે. આ પરીક્ષાના ફોર્મ ભરવાની આજે 6 ડિસેમ્બર, 2025ના રોજ અંતિમ તારીખ હતી. જો કે, વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ છે.
હવે 10 ડિસેમ્બર,2025 સુધી આ ફોર્મ ભરી શકાશે. શિક્ષણ બોર્ડ દ્વારા નોટિફિકેશન જાહેર કરી માહિતી આપવામાં આવી છે.
પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ
ગુજરાત શિક્ષણ બોર્ડ અનુસાર, ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાનારી બોર્ડની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ છે. આમ આગામી 10 ડિસેમ્બર, 2025 સુધી ફોર્મ ભરી શકાશે. આ પછી 11 થી 22 ડિસેમ્બર દરમિયાન લેઈટ ફી સાથે આવેદનપત્રો ભરી શકાશે. ધોરણ 10-12ના બોર્ડના ફોર્મ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gsebeservice.com પરથી ઓનલાઈન ભરી શકાશે.






