મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાવરકુંડલામાં રોડ પર સિંહ પરિવાર આવતા વાહનચાલકો અટવાયા

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં સિંહો રોડ પર આવી જતા દોડધામ મચી ગઈ હતી. સાવરકુંડલા-મહ

તસવીર: gstv

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં સિંહો રોડ પર આવી જતા દોડધામ મચી ગઈ હતી. સાવરકુંડલા-મહુવા રોડ અને બાયપાસ વિસ્તારમાં એક સિંહણ અને ત્રણ સિંહબાળ આવી પહોંચતા વાહનચાલકો થંભી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. વાહનચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને થોડા સમય માટે રોડ પરનો વાહન વ્યવહાર બંધ કરાવવામાં આવ્યો હતો. વન વિભાગના કર્મચારીઓએ સાવચેતીપૂર્વક કામગીરી હાથ ધરી સિંહ પરિવારને સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરાવ્યો હતો.

આ સમાચાર શેર કરો