VIDEO: અમરેલી: સાવરકુંડલામાં નદીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ, ચાલકનો આબાદ બચાવ
અમરેલીના સાવરકુંડલા પંથકમાં મઢડા, લીખાળા, ગાધકડા અને ગોરડકા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબ

અમરેલીના સાવરકુંડલા પંથકમાં મઢડા, લીખાળા, ગાધકડા અને ગોરડકા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબકતાં જામવાળી નદીમાં પૂર આવ્યું હતું. આ દરમિયાન રાજુલાથી આવી રહેલા ગોરડકા ગામના ભાવેશભાઈ કાતરીયાની કાર પાણીના ભારે પ્રવાહને કારણે નાળામાં ફસાઈ ગઈ હતી અને જોતજોતામાં ભમરગામ પાસેથી પસાર થતી નદીમાં તણાઈ ગઈ હતી. સદનસીબે, પાણીનો પ્રવાહ વધે તે પહેલાં જ કાર ચાલક સમયસૂચકતા વાપરીને બહાર નીકળી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો. બાદમાં સ્થાનિકોએ ટ્રેક્ટરની મદદથી ભારે જહેમત બાદ નદીના વહેણમાંથી કારને બહાર કાઢી હતી.



