VIDEO: સાવરકુંડલામાં ડીવાયએસપીની અધ્યક્ષતામાં લિસ્ટેડ ગુનેગારોની યોજાઈ ખાસ બેઠક
સાવરકુંડલાના સર્કિટ હાઉસ ખાતે ડીવાયએસપી વિરલ ચંદનના અધ્યક

સાવરકુંડલાના સર્કિટ હાઉસ ખાતે ડીવાયએસપી વિરલ ચંદનના અધ્યક્ષ સ્થાને પોલીસ તંત્ર દ્વારા એક નવતર પહેલ હાથ ધરવામાં આવી છે. આ બેઠકમાં સાવરકુંડલા ટાઉનના ૯૮, સાવરકુંડલા રૂરલના ૫૮, વંડાના ૧૦ અને લીલીયા પોલીસ મથકના ૧૧ મળીને કુલ નોંધાયેલા બૂટલેગરો, અસામાજિક તત્વો અને ગંભીર ગુનાના આરોપીઓ હાજર રહ્યા હતા. પોલીસ પ્રશાસન દ્વારા આ તમામ તત્વો સાથે સીધો સંવાદ કરીને દારૂની બદી તેમજ અન્ય અનૈતિક પ્રવૃત્તિઓનો અંત લાવવા માટે પોલીસની ભાષામાં કડક ચેતવણી આપવામાં આવી હતી. આ અનોખા અભિયાનનો મુખ્ય ધ્યેય ગુનેગારોને ગુનાખોરીનો માર્ગ છોડાવી, સમાજમાં પુનઃ સ્થાપિત કરવાનો અને શહેરમાં સંપૂર્ણ શાંતિ જાળવવાનો છે. ડીવાયએસપીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવીને સમાજમાં આબરૂભેર અને વ્યવસ્થિત જીવન જીવવું જ દરેકના હિતમાં છે.




