Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : VIDEO: Navali River Ganditoor, Suknera Dam Overflow in Savarkundla

VIDEO: સાવરકુંડલામાં નાવલી નદી ગાંડીતૂર, સુકનેરા ડેમ ઓવરફ્લો

Timeછેલ્લું અપડેટ : 06 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં  બપોર બાદ   ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સતત બીજા દિવસે નાવલી નદીમાં ઘોડાપૂર આવતા શહેરના મુખ્ય પુલ પર પાણી ફરી વળ્યા હતા. નદીના રોદ્ર સ્વરૂપને કારણે પાણી કાંઠા પર આવેલી દુકાનોમાં ઘૂસી ગયા હતા, જેનાથી વેપારીઓને નુકસાન થયું છે. આ ઉપરાંત, નદીના પ્રચંડ પ્રવાહમાં એક વિજપોલ ધરાશાહી થયો હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઉપરવાસમાં પડેલા વરસાદને લીધે સુકનેરા ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. નદીના આ પૂરને નિહાળવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, પરંતુ વહીવટી તંત્ર દ્વારા સુરક્ષિત રહેવા અપીલ કરવામાં આવી છે.

App Store