Ahmedabad: એશિયા પેસિફિક કોલેજમાં NSUIના કાર્યકરોનો ઉગ્ર વિરોધ, નકલી નોટો ઉછાળીને કર્યા સૂત્રોચ્ચાર

અમદાવાદની ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલી એશિયા પેસિફિક કોલેજ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. કોલેજ દ્વારા

અમદાવાદની ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલી એશિયા પેસિફિક કોલેજ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. કોલેજ દ્વારા પરીક્ષાના આગલા દિવસે જ વિદ્યાર્થીઓ પાસે આગામી સેમેસ્ટરની ફીની ઉઘરાણી કરવામાં આવતા NSUIના કાર્યકરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. NSUIના કાર્યકરોએ કોલેજ પ્રશાસનની આ નીતિનો વિરોધ કરવા માટે અનોખો માર્ગ અપનાવ્યો હતો. કાર્યકરોએ કોલેજ કેમ્પસમાં નકલી નોટો ઉછાળીને સૂત્રોચ્ચાર કર્યા હતા અને ફીની ઉઘરાણીને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી.

વિરોધ દરમિયાન NSUI દ્વારા કોલેજ પર એક ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. કાર્યકરોએ દાવો કર્યો હતો કે કોલેજ દ્વારા વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા રાખવામાં આવે છે,  આ સમગ્ર મામલે એશિયા પેસિફિક કોલેજ પ્રશાસને પોતાનો બચાવ કર્યો હતો. કોલેજ પ્રશાસને ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા રાખવાના આક્ષેપને નકારી કાઢ્યો હતો. ફીની ઉઘરાણી મુદ્દે કોલેજ પ્રશાસને સ્પષ્ટતા કરી હતી કે, જે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ લેવાની હોય અને જેમનું ફીનું માળખું બાકી હોય, તેમની પાસેથી જ વહેલી તકે ફી ભરવા માટે કહેવામાં આવ્યું હતું, જેથી સ્કોલરશીપની પ્રક્રિયા સમયસર પૂરી થઈ શકે.

આ સમાચાર શેર કરો

જાહેરાત