VIDEO : લોકસભામાં 'મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ મહાભિયોગ!', પ્રસ્તાવ નોટિસ પર 193 સાંસદોના હસ્તાક્ષર

આજે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન વિપક્ષના સભ્યોએ ભારે હોબાળો મચાવ્યો.આજે ગૃ

સોર્સ: google

આજે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન વિપક્ષના સભ્યોએ ભારે હોબાળો મચાવ્યો.આજે ગૃહની કાર્યવાહી દરમિયાન વિપક્ષ દ્વારા સ્પીકર બાદ હવે મુખ્ય ચૂંટણી કમિશ્નરને હટાવવાની માંગ કરતા પ્રસ્તાવની નોટિસ આપવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાની માંગ કરતી વિપક્ષની નોટિસ પર કુલ 193 સંસદ સભ્યોએ હસ્તાક્ષર કર્યા છે.

લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ બાદ હવે મુખ્ય ચૂંટણી કમિશ્નર વિરુદ્ધ નોટિસ રજૂ કરી છે. લોકસભામાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને તેમના પદ પરથી દૂર કરવા માટે વિપક્ષે  બંને ગૃહોમાં મહાભિયોગ પ્રસ્તાવ લાવવા માટે નોટિસ આપી છે. આ નોટિસ પર કુલ 193 વિપક્ષી સાંસદોના હસ્તાક્ષર છે, જેમાં લોકસભાના 130 અને રાજ્યસભાના 63 સભ્યોનો સમાવેશ થાય છે.

જાહેરાત

CEC ને દૂર કરવાના શું છેનિયમો?

નિયમો અનુસાર CEC ને દૂર કરવા માટે લોકસભામાં ઓછામાં ઓછા 100 સંસદ સભ્યો અને રાજ્યસભામાં 50 સભ્યોની સહીઓ જરૂરી છે. આ નોટિસ પર વિપક્ષી તમામ પક્ષોના સાંસદો દ્વારા સહી કરવામાં આવી છે . જેમાં AAPનો પણ સમાવેશ થાય છે, ભલે તે હવે સત્તાવાર રીતે વિપક્ષી ગઠબંધનનો ભાગ નથી. ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે CEC સામે દૂર કરવાની નોટિસ રજૂ કરવામાં આવી રહી છે.

નોટિસમાં CEC વિરુદ્ધ મુખ્ય સાત આરોપો મૂકવામાં આવ્યા છે. આમાં ઓફિસમાં પક્ષપાતી અને ભેદભાવપૂર્ણ વર્તન, ચૂંટણીમાં ગેરરીતિઓની તપાસમાં ઇરાદાપૂર્વક અવરોધ અને મતદારોને મોટા પાયે મતાધિકારથી વંચિત રાખવાનો સમાવેશ થાય છે. વિરોધી પક્ષોનો આરોપ છે કે CEC જ્ઞાનેશ કુમારે અનેક પ્રસંગોએ શાસક ભાજપને મદદ કરી છે. મતદાર યાદીઓના ચાલુ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમિયાન મદદ કરી હોવાનો પણ આરોપ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત