VIDEO: 'કોંગ્રેસને કોંગ્રેસ સિવાય બીજું કોઈ હરાવી શકતું નથી', બનાસકાંઠા કોંગી પ્રમુખનું મોટું નિવેદન
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે ડીસામાં યોજાયેલા આભાર દર્શન
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે ડીસામાં યોજાયેલા આભાર દર્શન કાર્યક્રમ દરમિયાન મોટું નિવેદન આપતાં કહ્યું કે કોંગ્રેસને કોંગ્રેસ સિવાય બીજું કોઈ હરાવી શકતું નથી. તેમણે ખુલ્લેઆમ સ્વીકાર્યું કે ટિકિટ વિતરણમાં અસંતોષને કારણે પક્ષના જ કેટલાક કાર્યકર્તાઓ ઉમેદવારોને હરાવવામાં જવાબદાર બન્યા હતા.
જિલ્લા તાલુકા અને પાલિકા ચૂંટણીઓમાં નજીવા મતોના અંતરથી હાર્યાના અનેક દાખલા આપતાં તેમણે કોંગ્રેસના આંતરિક અસંતોષ અને નિષ્ક્રિયતાની ચિંતા વ્યક્ત કરી.ગુલાબસિંહ રાજપૂતના આ નિવેદન બાદ જિલ્લા કોંગ્રેસમાં ચર્ચાનો માહોલ ગરમાઈ ગયો છે.


