મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : નીતિશ કુમારે CM આવાસને કર્યું અલવિદા,  સત્તાવાર નિવાસસ્થાન છોડી નવા ઘરે સામાન શિફ્ટ કરાયો

બિહારના પટનામાં સત્તા પરિવર્તનના દ્રશ્યો વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમારે પોતાનું સત્ત

બિહારના પટનામાં સત્તા પરિવર્તનના દ્રશ્યો વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમારે પોતાનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. બિહારના મુખ્યમંત્રી માટેના નિર્ધારિત નિવાસસ્થાન –વન  એની માર્ગ પરથી નીતિશ કુમારનો ઘરવખરીનો સામાન અને અન્ય અંગત વસ્તુઓ હવે તેમના નવા નિવાસસ્થાન સેવન સરક્યુલર રોડ ખાતે ખસેડવામાં આવી છે. લાંબા સમય સુધી મુખ્યમંત્રી આવાસમાં રહ્યા બાદ, હવે તેઓ આ નવા સરનામે સ્થળાંતર કરી રહ્યા છે. મુખ્યમંત્રીનું પદ છોડ્યા બાદ હવે તેઓ રાજ્યસભામાં જોવા મળશે.

આ સમાચાર શેર કરો