મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જસદણના યુવક સાથે 6 લાખથી વધુની ઓનલાઇન છેતરપિંડી આચરનાર નાઇજિરિયન શખ્સ ઝડપાયો

રાજકોટ જિલ્લાના જસદણના યુવક સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી 6 લાખથી વધુની છેતરપિંડી આચર

તસવીર: gstv

રાજકોટ જિલ્લાના જસદણના યુવક સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી 6 લાખથી વધુની છેતરપિંડી આચરવાના પ્રકરણમાં રાજકોટ ગ્રામ્ય પોલીસે વધુ એક વિદેશી આરોપીની ધરપકડ કરી છે…. ફેસબુક પર વિદેશી મહિલાના નામે ખોટું એકાઉન્ટ બનાવીને મોંઘી ગિફ્ટ મોકલવાની લાલચ આપી કસ્ટમ ડ્યુટી અને અન્ય ચાર્જના નામે આ રકમ પડાવવામાં આવી હતી. પોલીસે ફરદિન ઉર્ફે માજી નામના નાઇજિરિયન નાગરિકને ઝડપી પાડ્યો છે, જે વર્ષ 2014માં મેડિકલ વિઝા પર ભારત આવ્યો હતો. અગાઉ આ કેસમાં અન્ય ત્રણ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, અને આ મોટા સાયબર રેકેટમાં વધુ કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસ સઘન તપાસ ચલાવી રહી છે.

આ સમાચાર શેર કરો