મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જસદણના જીવાપર ગામે યુવકની ઘાતકી હત્યા, ફરાર આરોપીને પકડવા પોલીસની તજવીજ

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના જીવાપર ગામે હત્યાનો બનાવ સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પરિવારજનોના

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના જીવાપર ગામે હત્યાનો બનાવ સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પરિવારજનોના આક્ષેપ મુજબ અરવિંદ સાથળિયાની તેમના જ ગામના હરેશ કોળી નામના ઇસમે માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા નીપજાવી હતી. બાદમાં હરેશ કોળી ફરાર થઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં આટકોટ પોલીસ સહિત એલસીબી અને એસઓજીની ટીમોએ આરોપીને ઝડપી પાડવા અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી છે. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો