મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભંગાર ખરીદતા ફેરિયાઓએ કરી ડિજિટલ છેતરપિંડી! લોકોએ ધોઈ નાખ્યો

PATAN NEWS: પાટણ જિલ્લામાંથી એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એટલે ચર્ચાનો વિષય બન્

PATAN NEWS: પાટણ જિલ્લામાંથી એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એટલે ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે, તેમાં કથીત રીતે ડિજિટલ છેતરપિંડીની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી હોય તેવું જોવા મળી રહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, આ વીડિયોની GSTV પુષ્ટી કરતું નથી. પરંતુ તેમાં જોવા મળે છે એ પ્રમાણે ભંગાર ખરીદીનો વેપાર કરતા ફેરિયાઓએ નવી છેતરપિંડીની ટેક્નિક અપનાવી હોવાનો લોકો દ્વારા આક્ષેપ કરવામા આવી રહ્યો છે. 

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ત્રણ યુવકોએ પાટણ કે બનાશકાંઠાના કોઈ ગામે ખેડૂતને ત્યાં ખેતરમાં વપરાશમાં આવતી પાઇપનો સોદો કર્યો હતો. જ્યાર બાદ આ ડિજિટલ કાંટામાં ગેરરીતિઓ કરી હોવાના આક્ષેપ સાથે ભંગારનો સોદો કરતા યુવકોની ધોલાઈ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ભાવનગરના મહુવામાંથી ઝડપાયું દરિયાનું 'તરતું સોનું'! કિંમત 12 કરોડથી પણ વધારે

એવો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે કે, વજન કરતી વખતે કોઈ યુવકે પેન્ટના ખીસ્સામા રિમોટ દ્વારા વજનમા ગડબડ કરી હતી. ડિજિટલ કાંટા પર વજન કરતા આંકડો ઓછો બતાવતો હતો. 

આ સમાચાર શેર કરો