અમદાવાદીઓ માટે નવી અત્યાધુનિક AMTS બસ, મુસાફરોની સુરક્ષા માટે એડવાન્સ ફીચર્સથી સજ્જ
અમદાવાદ શહેરની જીવાદોરી સમાન AMTS (અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ) હવે હાઈટેક અન

અમદાવાદ શહેરની જીવાદોરી સમાન AMTS (અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ) હવે હાઈટેક અને પર્યાવરણને અનુકૂળ બનવા જઈ રહી છે. BRTS બાદ હવે ઈલેક્ટ્રિક AMTS બસો પણ શહેરના માર્ગો પર દોડવા માટે સજ્જ થઈ છે. AMTS તંત્રને ઓર્ડર આપેલી 225 બસો પૈકી પ્રથમ તબક્કાની 15 નવી સંપૂર્ણ AC ઈલેક્ટ્રિક બસોની ડિલિવરી મળી ગઈ છે.
આ બસમાં સીસીટીવી, એસી, ફાયર ઈન્ડિકેશન જેવી વિવિધ સિસ્ટમ છે. આ સાથે જ બસ ઇલેક્ટ્રિકહોવાથી શોટ સર્કિટ થાય તો આગ પર આપોઆપ કાબુ મેળવવાની ખાસિયત છે. બેટરી સેક્શનમાં નિયત માપથી વધુ તાપમાન વધતા શોટ સર્કિટ થાય તો ઓટો ફાયર સિસ્ટમ કાર્યરત થશે. ડિજિટલ ફોર્મેટ હોવાથી બસના સોફ્ટવેરને હેક ન કરી શકાય એવી ડિજિટલ સુરક્ષા રખાઈ છે. તમામ બસનું દર વર્ષે એકવાર ડિજિટલ ઓડિટ કરવામાં આવશે. હેકર દ્વારા ચાલુ બસે હેકિંગથી સ્ટિયરિંગ કન્ટ્રોલ ન મેળવાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે. એરો ઇગલ કંપની સાથે પ્રતિકિલોમીટર બસ દોડાવવાના કરાર મુજબ આ બસ લેવામાં આવી છે.




