VIDEO: સિવિલ હોસ્પિટલ તંત્રની બેદરકારી, દર્દીને વરસાદમાં રાખતા ઉઠ્યા સવાલ
સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગની સંવેદનહીનતા સામે આવી

સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગની સંવેદનહીનતા સામે આવી હોવાનું કહેવાઈ રહ્યું છે. વિકલાંગતા પ્રમાણપત્ર માટે આવેલા દર્દીને સારવાર કે યોગ્ય વ્યવસ્થા આપવાના બદલે ચાલુ વરસાદમાં સ્ટ્રેચર પર હોસ્પિટલના ખુલ્લા કમ્પાઉન્ડમાં રાખવામાં આવ્યો હોવાના આક્ષેપ ઉઠ્યા છે. ઘટનાના દૃશ્યો સામે આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ઓર્થોપેડિક વિભાગમાં મર્યાદિત પ્રમાણમાં જ વિકલાંગતા સર્ટિફિકેટ બનાવાતા હોવાથી દર્દીઓને કલાકો સુધી રાહ જોવી પડે છે. સમગ્ર મામલે હોસ્પિટલ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે અને જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠી રહી છે.




